
જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી એસ.જે.બળેવીયા ૩૩ વર્ષની સુદીર્ધ સેવાઓ બાદ વય નિવૃત્ત થતા ભાવભેર વિદાયમાન અપાયું હતું.જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી એમ.ડી.મોડાસીયાએ શ્રી એસ.જે.બળેવીયાને શ્રીફળ, પુષ્પગુચ્છ અને સાકરનો પળો અર્પણ કરીન શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. આ સાથે તેમણે સ્વસ્થ અને આનંદમયી જીવન માટે શુભકામનાઓ પાઠવતા તેમની ફરજ નિષ્ઠા માટે બિરદાવ્યા હતા. ઉપરાંત પરિવારને વધુ સમય ફાળવી શકશે તેમજ સમાજ ઉત્કર્ષ સતત પ્રવૃત્ત રહે તેવી પણ અભ્યર્થના વ્યક્ત કરી હતી.રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંત ત્રિવેદીએ વય નિવૃત્ત થતા શ્રી એસ.જે.બળેવીયાને તંદુરસ્ત જીવન માટે શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, સરળ, સહજ અને વિનમ્ર સ્વભાવ લોકોને સ્પર્શી જાય છે. જે ખરા અર્થમાં સરકારી સેવામાં સફળતા છે. તેમણે કોરોના કાળ અને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં તેમની સાથેના અનુભવોના સંસ્મરણો તાજા કર્યા હતા.નાયબ માહિતી નિયામકશ્રી એસ.જે.બળેવીયાએ પ્રતિભાવ વ્યક્ત કરતા કહ્યું કે, આઠ મહિના જેટલા ટૂંકા ગાળા માટે જૂનાગઢ જિલ્લામાં કામ કરવાની તક મળી હતી. જે દરમિયાન માહિતી પરિવારના કર્મયોગીઓનો ખૂબ જ સહકાર અને સહયોગ મળ્યો તેનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત સંયુક્ત માહિતી નિયામકશ્રી એમ.ડી.મોડાસીયાનો પણ સતત માર્ગદર્શન માટે પણ તેમણે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઝિંઝુડી ગામના વતની શ્રી એસ.જે.બળેવીયાએ અરવલ્લી જિલ્લાના મેઘરજ પ્રચાર એકમ ખાતેથી માહિતી મદદનીશ તરીકે વર્ષ- ૧૯૯૧ માહિતી ખાતામાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની આ સુદીર્ઘ સેવા દરમિયાન ભરૂચ, છોટા ઉદેપુર, મહીસાગર- લુણાવાડા અને દાહોદ જિલ્લામાં સેવાઓ આપી હતી.આ તકે પોરબંદર જિલ્લાના સહાયક માહિતી નિયામકશ્રી નરેશ મહેતા, સહાયક માહિતી નિયામકશ્રી આર.એ.ડેલા, કચેરી અધિક્ષકશ્રી બી.એલ.જાદવ, સિનિયર સબ એડિટરશ્રી આર.બી.ઉસદડ, માહિતી મદદનીશ કુ. જલકૃતિ કે.મહેતા સહિતના પ્રાદેશિક માહિતી કચેરી પરિવારના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ




