
કિરીટ પટેલ વાયડ
બાયડ તાલુકા એફપીએસ એસોસિએશન દ્વારા બાયડ મામલતદાર આર કે પટેલ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો
બાયડ મામલતદાર આર.કે પટેલ બાયડ મામલતદાર તરીકે સેવાઓ આપીને વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેઓનુ બાયડ તાલુકા એફ પી એસ એસ એસોસિએશન દ્વારા વિદાય સમારંભ યોજીને સન્માન કરવામાં આવ્યું હતું બાયડ વૃંદાવન હોટલ ખાતે તમામ સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકોની હાજરીમાં મામલતદાર આર કે પટેલનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાયડ તાલુકા એફ.પી.એસ સંગઠનના પ્રમુખ ભરતભાઈ પટેલ ઉપપ્રમુખ સોમાભાઈ કોટવાળ તેમજ ગુજરાત વેલફેર એસોસિએશનના ઉપપ્રમુખ રમેશ ગીરી ગોસ્વામી તેમજ તાલુકાના તમામ દુકાનદારો હાજર રહ્યા હતા
મામલતદાર શ્રી એ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલ અનુભવ તેમજ સારા નરસા સંસ્મરણો ને યાદ કરી તેઓને સાથ સહકાર આપનાર તમામ સ્ટાફ તેમજ તમામ તાલુકા વાસીઓ નો હૃદયથી આભાર માન્યો હતો મામલતદાર આર.કે પટેલ સાહેબ પોતાના નિખાલસ તેમજ સરળ સ્વભાવના લીધે ટૂંકા ગાળામાં લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા નાનામાં નાના માણસની વાત પણ બિલકુલ નિખાલસ પણે સાંભળીને તેનું નિરાકરણ લાવવાની આગવી સુજબુજ ના કારણે આર કે પટેલ સાહેબ હંમેશા યાદ રહેશે




