BHARUCHNETRANG

નેત્રંગ : એક પેડ મા કે નામ અંતગર્ત શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે ૧૧૧ વૃક્ષોનું રોપણ કર્યું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તક ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત

પી.એમ.શ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે સામાજિક કર્તવ્યના ભાગરૂપે પર્યાવરણના રક્ષણ માટે પ્રકૃતિ અને કુદરતનું ઋણ ચુકવવાના પ્રયાસ રૂપે આશ્રમ શાળાના પરિસરમાં એક પેડ મા કે નામ અંતગર્ત ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

 

એક પેડ માં કે નામ અભિયાનનો ગુજરાતમાં સૌપ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો.

 

થવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય રંજનબેન વસાવા તથા શિક્ષક મિત્રોએ અને શાળાના વિદ્યાર્થીઓએ સાથે મળીને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અને વૃક્ષોનું જીવનમાં મહત્વ અને પર્યાવરણ સરક્ષણ અનુરૂપ શાળાના આચાર્યએ બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું.

વિશેષમાં આ બાળકોએ વૃક્ષા રોપાણની પૂર્વ તૈયારી માટે માર્ચ મહિનામાં પોતાની જ આશ્રમ શાળાની નર્સરીમાં જાતે રોપા તૈયાર કર્યા હતા એનો આનંદ અનેરો હતો.

Back to top button
error: Content is protected !!