હાલોલના તળાવ શોપિંગ સેન્ટરની સામેની પાલિકાની જગ્યા ઉપર 15 જેટલી કાચી પાકી દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૭.૨૦૨૫
હાલોલ નગર પાલિકા દ્વારા આજે બીજા દિવસે પણ ડીમોલેશન ની કામગીરી અવિરત ચાલુ રહેવા પામી હતી બુધવાર ના રોજ તળાવ શોપિંગ સેન્ટર ની સામેની પાલિકાની જગ્યા ઉપર 15 જેટલી કાચી પાકી દુકાનો પણ જમીનદોસ્ત કરી દેવાની કામગીરી કાર્યરતરત કરવામાં આવી છે.હાલોલ નગર ખાતે બહુ ચર્ચિત ગામ તળાવ ઉપર પંચાયત કાળ દરમ્યાન 35 જેટલી દુકાનો બાંધી પાલિકા એ હરાજી કરી ડિપોઝીટ ( પાઘડી ) લઇ દુકાનદારોને દુકાન આપી હતી.હાલ માં તળાવ બ્યુટીફુકેશન તેમજ તળાવ ના વિકાસ ના કામમાં અડચણ રૂપ આ દુકાનદારોને ઘણા સમયથી ખાલી કરવાનું જણાવેલ તેમ છતાં દુકાન ખાલી ન કરતા મંગળવારના રોજ તે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.જેની કામગીરી આજે પણ ચાલી રહી છે સાથે સાથે ગાંધી ચોકથી લઇ રાણાવાસ સુધી મેન રોડ ઉપર પાલિકાની જગ્યામાં 15 જેટલા કેબિનો હતા સમય જતા આ લોકોએ તે જગ્યા ઉપર કાચી પાકી દુકાનો બનાવી દીધેલ તેઓને પણ પાલિકા તંત્ર દ્વવારા ગત રોજ અલ્ટીમેટમ આપી દુકાન ખાલી કરવાનું જણાવતા તેઓએ પોતાની જાતે દુકાનો ખાલી કરી દેતા આજે બુધવારે બપોર બાદ તે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેતા લોકટોળા જમ્યા હતા.આ ઉપરાંત ઘણી જગ્યા ઉપર પાલિકા દ્વવારા સરકારી જગ્યા ઉપર કરેલ દબાણો દૂર કરવાની અલ્ટીમેટમ આપી હોવાનું પણ જાણવા મળી આવ્યું છે.










