બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
પ્રાથમિક શાળા કંબોડિયામાં આજરોજ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ વડોદરા તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોના રૂપમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૮ના તમામ ૧૧૫ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત ”સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ”વડોદરાના આકાશભાઈના શબ્દો દ્વારા કરવામાં આવી. તેમણે બાળકોને અભ્યાસમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા અને શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો.કાર્યક્રમનાં અંતે આચાર્ય જ્યોત્સનાબેન રાવળે “સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ વડોદરા” આકાશભાઈનો આભાર વ્યક્ત કર્યો. આ નોટબુક વિતરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવી અભ્યાસમાં ઉત્તમતા હાંસલ કરાવવાનો છે.