
નરેશપરમાર.કરજણ,
ભરથાણા ટોલનાકેથી વડોદરા કારમાં લવાતો રૂા.૨.૬૭લાખનો દારૂ ઝડપાયો
કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકેથી વડોદરા કારમાં લવાતો રૂા.૨.૬૭લાખનો દારૂ ઝડપાયો
વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ કરજણ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એક કાળા કલરની ટાટા નેક્સોન ગાડી નં.GJ 06 RB 8328 માં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત – ભરૂચ તરફથી આવી કરજણ થઈ વડોદરા તરફજનાર છે. એવી બાતમી મળી હતી. જે આધારે એલસીબીની ટીમ કરજણ તાલુકાના ને.ડા.૪૮ પરના ભરથાણા ટોલનાકે ઉપરોક્ત બાતમી વાળી ગાડીની વોચમાં છૂટા છવાયા ગોઠવાયા હતાં. બાતમીવાળી કાર આવતા તેમા સવારના નામ પૂછતાં ફાલ્ગુન હેમંત પટેલ (રહે. ઈન્દ્રધામ જૈન મંદિર રોડ, વડોદરા) તેમજ બીજાએ વિકાસ મહેન્દ્ર સોલંકી (રહે ગદાપુરા વડોદરા)નો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંનેને સાથે રાખી ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી વિદેશી દારૂ ભરેલી પેટીઓ મળી હતી. વધુ તપાસમાં મળેલો દારૂનો જથ્થો નરોલી રોડ સેલવાસ ખાતે રહેતાં અંકિત આઘેર અને ભાવેશ પટેલ નામના ઇસમોએ તેઓની ગાડીમાં ભરી આપેલો હતો. કારમાં સવાર બંને ઈસમોની અટકાયત કરી દારૂ ભરી આપનાર સહિત કુલ ૪ ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી રૂા.૨,૬૭,૨૧૦નો દારૂનો જથ્થો રૂા.૧ લાખના ૩ મોબાઈલ તેમજ રૂા. ૧૦ લાખની ગાડી મળીકુલ મુદ્દામાલ કિં. રૂા. ૧૩,૬૭,૨૧૦ કબજે કર્યો




