Rajkot: મુસદ્દારૂપ નગર રચના યોજના નં-૨૭ વાવડીને આખરી કરવા અધિસૂચના જારી

તા.૨/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
હિત ધરાવતા લોકો ૨૦ દિવસમાં વાંધા પુરાવા સાથે રજૂ કરી શકશે
Rajkot: પ્રવર નગર નિયોજકની કચેરીના નગર રચના અધિકારીશ્રી દ્વારા મુસદ્દારૂપ નગર રચના યોજના નં-૨૭ વાવડીને આખરી કરવા અધિસૂચના જારી કરવામાં આવી છે.
આ અંગે નગર રચના અધિકારી શ્રી કે.આર. સુમરાની યાદીમાં જણાવાયું છે કે, મુસદ્દારૂપ નગર રચના યોજના નં-૨૭ વાવડીમાં મોજે વાવડીના રેવન્યૂ સર્વે નંબર ૮૮, ૯૦થી ૯૨, ૯૪થી ૯૮, ૧૦૬થી ૧૨૩, ૧૨૯થી ૧૩૩, ૧૩૭ તથા સરકારી ખરાબાના રે.સ.નં.૧૪૯ પૈકી તથા હિસ્સા ભાગનો સમાવેશ થાય છે.
આ યોજનાની ઉત્તરે મુસદ્દારૂપ નગરરચના યોજના નં.૩૬ (મવડી) તથા આખરી નગર રચના યોજના નં.૧૫ (વાવડી)ની હદ આવેલી છે. દક્ષિણે રૂડા વિસ્તારના ગામ કાંગશિયાળીનો સીમાડો આવેલો છે. પૂર્વે મુ.ન.ર.યો.નં.૨૫ (વાવડી) તથા મુ.ન.ર.યો.નં.૨૬ (વાવડી)ની હદ આવેલી છે. પશ્ચિમે રૂડા વિસ્તારના પાળ ગામનો સીમાડો આવેલો છે.
આ યોજના સાથે હિત ધરાવતી કે સમાવિષ્ટ કોઈપણ બાબતથી અસર પામતી વ્યક્તિઓ ૨૦ દિવસની અંદર પોતાના વાંધા જરૂરી પૂરાવા અને દસ્તાવેજો સાથે રજૂ કરી શકશે. યોજનાથી પ્રતિકૂળ અસર પામતી વ્યક્તિ નિયમાનુસાર નુકસાની માટે હકદાર રહેશે અને તેમણે દાવાની વિગતો ત્રણ માસમાં તેમણે દસ્તાવેજો-પુરાવા સાથે વિગતો જણાવવી.
આ યોજનાની નકલ, જરૂરી દસ્તાવેજો, પત્રકો, નકશાઓ, પ્રવર નગર નિયોજકની કચેરી, રાજકોટ નગર રચના યોજના, રૂડા બિલ્ડિંગ, છઠ્ઠો માળ, શ્રી ચીમનભાઈ પટેલ વિકાસ ભવન, જામનગર રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ખાતે કચેરી કામકાજના સમય દરમિયાન નિહાળી શકાશે, તેમ યાદીમાં જણાવાયું છે.



