
તા.૦૩.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના રાણાપૂર ગામના ઈસમનું એકસીડન્ટમાં મૃત્યુ પામેલ ની પત્નીને સ્ટેટ ઓફ ઇન્ડિયા જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ વીમા પેટે રૂ.૧૫ લાખ ચુકવ્યા
દાહોદ જિલ્લાના રાણાપુર ગામના વતની રસુલભાઈ ડામોર નું વર્ષ ૨૦૧૯ માં એક્સિડેટ થી મૃત્યુ થયું હતું જેમનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની દાહોદ મેઈન બ્રાન્ચ માં ખાતું ધરાવતા હતા તેમજ તેમનો એક્સીડન્ટ વીમો હતો.તેમના મૃત્યુ ની જાણ સ્ટેટ બેંક ના કર્મચારી ને થતા SBI જનરલ ના સ્ટાફ ચેતન જોશી દ્વારા એક્સીડન્ટ વીમા ના ક્લેમ ની પ્રોસેસ કરવામાં આવી જેમાં SBI General કંપની દ્વારા વીમાની રકમ ૧૫ લાખ રૂપિયા રસુલભાઈ ડામોર ના પત્ની સુમીબેન ડામોર ને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના મેનેજર દીપક પવાર સર, SBI જનરલ ના મોડ્યુલ મેનેજર ઋષિત રાજ્યગુરુ તેમજ પ્રિતેશ સોની અને ચેતન જોશી દ્વારા ચેક આપવામાં આવ્યો




