Dahod:દાહોદ આયુર્વેદ શાખા દ્વારા નેશનલ ડૉક્ટર્સ-ડે ઉજવણી નિમિતે ઝાયડસ સરકારી નર્સિંગ કોલેજ ખાતે થીમ આધારીત પરિસંવાદ યોજાયો
જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા નેશનલ ડૉક્ટર્સ- ડે (૧-જુલાઇ) ૨૦૨૫ ની થીમ “ Behind The Mask : Who Heals The Healers?” આધારીત પરિસંવાદનું આયોજન ઝાયડસ સરકારી નર્સિંગ કોલેઝ દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું.આ નિમિતે મુખ્ય વક્તા તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીએ થીમ આધારીત વિષય પર ડૉક્ટર્સ-ડે નું મહત્વ સમજાવ્યું હતું. ઉપસ્થિત સૌ ડૉક્ટરો દ્વારા પોતાની ફીમીકલ અને મેન્ટલ હેલ્થ કેમ સાચવવી, સાંપ્રત સમયના આરોગ્ય સેવાઓના પડકારોનો સામનો કેમ કરવો, શરીરની ઇમ્યુનીટી કેમ વધારવી તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની સમજ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.આ પ્રસંગે સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ, પ્રાધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સરકારી હોમીયોપેથી દવાખા નીમનળીયાના મેડિકલ ઓફિસર ડૉ.મોનાબેન રાઠવાના સંકલન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું