BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

મનરેગા કૌભાંડમાં ભરૂચ કોર્ટે 6 આરોપીને સબજેલમાં મોકલ્યા:હીરા જોટવા સહિતના આરોપીઓના રિમાન્ડ પૂરા, અન્યની સંડોવણી શોધવા SITની મથામણ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેમને સબજેલમાં મોકલી આપ્યા છે.
ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ કામ કરતી એજન્સીઓના પ્રોપરાઇટર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી.
જલારામ એન્ટરપ્રાઇઝના પીયુષ ઉકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને આ બે એજન્સીઓમાં કામ કરતા સરમન સોલંકીને પણ પકડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસ હવે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયેલી રકમની વિગતો મેળવવાની કામગીરી કરી રહી છે. રિમાન્ડ પૂર્ણ થતાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને સબજેલમાં મોકલવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!