GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૦૫ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરાયું

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.
જે અન્વયે પંચમહાલ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે કલેકટર કચેરી,ગોધરા ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના – માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં ૦૫ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિવાસી અધિક કલેકટર શ્રી જે.જે.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા જિલ્લાના અરજદારો ઉપસ્થિત રહ્યાં હત

Back to top button
error: Content is protected !!