GUJARATJUNAGADH

કેશોદ તાલુકાના સિલોદર ગામે એન.આર.આઈ.ના જન્મદિવસની સિંદૂર વૃક્ષ સાથે વૃક્ષારોપણ કરી ગામ લોકોએ ભવ્ય ઉજવણી કરી.

કેશોદ તાલુકાના સિલોદર ગામે એન.આર.આઈ.ના જન્મદિવસની સિંદૂર વૃક્ષ સાથે વૃક્ષારોપણ કરી ગામ લોકોએ ભવ્ય ઉજવણી કરી.

કેશોદ તાલુકાના સિલોદર ગામના વતની અને ઈરાન,દુબઈ અને હાલ ઉઝબેગીસ્તાન સ્થિત પ્રતાપસિંહ રામભાઈ ડોડીયાને બાળપણથી પર્યાવરણ પ્રત્યે પ્રેમ રહ્યો છે,તેમણે પોતાના 60 માં જન્મદિવસ નિમિત્તે વતન સિલોદર ખાતે ‘એક પેડ માં કે નામ’ ને ચરિતાર્થ કરતા ગામના ખરાબાની જગ્યા પર લેવલિંગ કરી વૃક્ષોના જતન માટે સૌપ્રથમ પાણીના ડ્રિપ ઈરીગેશનની વ્યવસ્થા કરી ગામ લોકો તેમજ સેવાકિય સંસ્થાઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક સાથે કુલ 60 ઝાડનું વૃક્ષારોપણ કરી એક અનેરી પ્રેરણા આપી હતી.આ શુભ દિવસે પ્રતાપસિંહ ડોડીયા અને તેમના પરિવાર સાથે ગ્રામજનો તેમજ આઝાદ ક્લબ કેશોદના સદસ્યોની ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદૂરની યાદ માટે સૌપ્રથમ સિંદૂર વૃક્ષને રોપી દેશભાવના વ્યક્ત કરી હતી.આ તકે આઝાદ ક્લબ કેશોદના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા સાથે વિપુલભાઇ અને સદસ્યો દ્વારા પર્યાવરણ અને ગૌ માતાની રક્ષા કાજે સરાહનીય કાર્ય બદલ એન.આર.આઈ પ્રતાપસિંહ ડોડીયા અને એમના પરિવારને સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને નાસ્તા સાથે’ટ્રી પ્લાન્ટેશન’ની કેપ અર્પણ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને પર્યાવરણ જાગૃતિ માટે એક શુભ સંદેશ આપ્યો હતો.

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ

Back to top button
error: Content is protected !!