
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા અને માલપુર ના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતી પાકને નુકશાન
અરવલ્લી જિલ્લાના માલપુર અને મોડાસા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે ચાલુ ધોધમાર વરસાદના પગલે ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને સાકરીયા, માથાસુલીયા અને ટીસ્કી પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરો પૂરના પાણીથી બેટમાં ફેરવાઈ ગયા છે.વિસ્તારના ખેડૂતોએ મકાઈ, બાજરી અને જુવાર જેવા ચોમાસુ પાકની વાવણી કરી હતી, પરંતુ પાક સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જતાં મોટું નુકસાન થયું છે.
એક સ્થાનિક ખેડૂત ભાઈભાઈ પટેલે જણાવ્યું કે, “અમે ચોમાસાની આશા પર પાક વાવ્યું હતું, પણ હવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હવે કોઈ સહાય મળે તો જ પગ પકડી શકીયે.”હવે ખેડૂતો સરકાર તરફ સહાય અને સર્વેની આશા રાખી રહ્યા છે. તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કાર્ય હાથ ધરી નુકસાનનો અંદાજ લઈ સહાય જાહેર કરે.




