GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

હેલ્પલાઇન:-નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર કોઈ ખામી કે ખાડાની સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઇન શરૂ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા તરફથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાની સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે વિશેષ પગલાં તરીકે WhatsApp હેલ્પલાઇન નંબર 87992 23046 શરૂ કરવામાં આવ્યો છે. શહેરી નાગરિકો તેમના વિસ્તારની રસ્તાની ખામી કે ખાડાની સમસ્યા હોય તો તેનો ફોટો તથા સ્થળની લોકેશન (Location) સાથે આ નંબર પર મોકલી શકશે. મળતી માહિતીના આધારે પાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે. આ હેલ્પલાઇન ખાડા અંગેની ફરિયાદો માટે જ ઉપયોગમાં લેવાશે.નાગરિકોને વિનંતી છે કે અન્ય કોઇપણ પ્રકારની સરકારી સેવા અથવા સામાન્ય ફરિયાદો માટે NMC CONNECT Mobile App નો ઉપયોગ કરે.આ પહેલનો ઉદ્દેશ્ય નાગરિકોની ભાગીદારીથી રસ્તાઓની સ્થિતિમાં સુધારો લાવવો તથા ટ્રાફિક અને અકસ્માતોની શક્યતા ઘટાડી શહેરને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાનો છે. નવસારી મહાનગરપાલિકા જનહિતમાં સતત કાર્યરત છે.

Back to top button
error: Content is protected !!