DAHODGUJARAT

દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવેએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાની લીધી મુલાકાત

તા.૦૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવેએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાની લીધી મુલાકાત

ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાની દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવેએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીએ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ એને યોજનાઓ વિશે માહિતી મેળવી અને તેની સમીક્ષા કરી હતી. આ આકસ્મિક મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી સંતોષકારક મળતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને શુભેચ્છાઓ પાઠવીને વધુ સારી સેવાઓ આપી શકાય તે હેતુથી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

Back to top button
error: Content is protected !!