BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ : ઝઘડિયાની DGVCL કચેરીમાં જ 2 કર્મચારીઓની દારૂની મહેફીલનો વિડીયો વાયરલ, ગ્રાહકે 38 કોલ કર્યા પણ ન ઉપાડ્યા..!

ભરૂચના ઝઘડિયા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બે કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફીલ માણતા હોવાનો વિડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી….

ઝઘડિયાનીDGVCL કચેરીમાં જ કર્મીઓની દારૂની મહેફીલ, 2 કર્મચારીઓ કચેરીમાં જ દારૂની મહેફીલ માણતા ઝડપાયા, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં મચ્યો ભારે ખળભળાટ, બન્ને કર્મચારીઓએ કર્યું તુમાખીભર્યું વર્તન : એડવોકેટ ગ્રાહક, DGVCLના ઉચ્ચ અધિકારી દ્વારા અપાયા તપાસના આદેશ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના 2 કર્મચારીઓ કચેરીમાં જ દારૂની મહેફીલ માણતા હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે સ્થાનિક એડવોકેટ ધવલ શાહ પોતાના વિસ્તારમાં વીજ પ્રવાહ ખોટોકાયો હતો, ત્યારે તેઓએ ઝઘડિયામાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કચેરીના હેલ્પલાઈન નંબર પર 30થી વધુ કોલ કર્યા હતા. પરંતુ કોઈએ પણ ફોન રિસીવ કર્યો નહોતો.

જેથી એડવોકેટ પોતે ઝઘડિયા વીજ કચેરી પર પહોંચ્યા હતા, જ્યાં વીજ કચેરીમાં લાઈનનો સ્ટાફ ફિલ્ડમાં હોય, અનેDGVCLમાં ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ (ક્લાર્ક) સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટારા ફરજ દરમ્યાન કચેરીમાં જ દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા. જોકે, દારૂ પીધેલી હાલતમાં વિજ કંપનીના બન્ને કર્મચારીઓએ એડવોકેટ ગ્રાહક સાથે તુમાખીભર્યું વર્તન કર્યું હતું, ત્યારે જાગૃત એડવોકેટે પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીની નોકરી સૌથી વધુ જવાબદારીવાળી નોકરી હોય છે. પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે, આપણે જ્યારે સરકારી કચેરીમાં કોઈ અગત્યના કામથી જઈએ તો કર્મચારીઓ પોતાના કામમાં બેદરકાર અને લાપરવાહ હોય તેવું પણ જોવા મળતું હોય છે, ત્યારે ઝઘડિયાનીDGVCL કચેરીમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓ પોતાની રવિવારની રજાના દિવસે તેમની ફરજ પર નહીં હોવા છતાં પણ દારૂ પીવા માટેDGVCL કચેરીનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, દારૂની મહેફિલનો વિડીયો સોશ્યલ મીડીયમાં વાયરલ થતાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા.DGVCLના અધિક્ષક ઇજનેર ઉમેશ ચંદરએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગેની જાણ વડી કચેરીએ કરવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં જે તે કર્મચારી વિરુદ્ધ કડક પગલાં ભરાશે.

Back to top button
error: Content is protected !!