AHAVADANGGUJARAT

RTO કચેરી ડાંગ: હવે અરજદાર ઘર બેઠાં લેપટોપ અથવા વેબકેમ ધરાવતા કોમ્પ્યુટર દ્વારા ટેસ્ટ આપી, લર્નિંગ લાયસન્સ મેળવી શકશે

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ:તા.૦૮: લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરીનું સરકારશ્રી દ્વારા સરળીકરણ કરવામાં આવેલ છે. જે પ્રક્રિયાના ભાગરૂપે અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઝ્ડ e-KYC થકી કોન્ટેક્ટલેસ(ફેસલેસ) થકી મેળવી શકે તે ઉમદા હેતુથી વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તા. ૦૭/૦૭/૨૦૨૫ ના રોજથી અમલ થઈ ગયેલ છે. ફેસલેસ અરજીના કિસ્સામાં અરજદાર પોતાના આધાર નંબરનો ઉપયોગ કરીને આર.ટી.ઓ કચેરીની મુલાકાત લીધા સિવાય ઘરે બેઠા/કોઈ પણ જગ્યાથી લેપટોપ અથવા વેબકેમ ધરાવતા કોમ્પ્યુટર દ્વારા ટેસ્ટ આપી, લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે.

જો અરજદાર નોન-ફેસલેસ અરજી કરવા માંગે તે કિસ્સામાં આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ /આઈ.ટી.આઈ/પોલીટેકનીક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી અર્થે મુલાકાત લેવાની રહેશે. જેની જાહેર જનતાએ નોંધ અને લાભ લેવા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડાંગની એક અખબારી યાદીમા જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!