GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કલરવ શાળામાં સ્વ.પ્રકાશસર ની દ્વિતીય પુણ્યતિથિ “નવ જ્યોત” નિમિત્તે સન્માન સમારોહ યોજાયો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૭.૨૦૨૫

તારીખ 9/ 7 /2025 ને બુધવારના રોજ કલરવ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વ.પ્રકાશ ચંદ્ર જોશીપુરાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોને નવજ્યોત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના સ્થાપક સ્વ. પ્રકાશ સર એક એવી વિરલ વ્યક્તિ કે જેને ખરેખર પોતાના નામનો પ્રકાશ પાથરીને પોતાના જીવનને સાર્થક બનાવ્યું તેથી તેમની પુણ્યતિથિને નવજ્યોત દિન તરીકે શાળામાં જાહેર કરવામાં આવ્યો છે. સ્વ. પ્રકાશ સરના સ્મણાર્થે. તેમના જેવું જ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કરનાર મહાનુભાવોને નવ જ્યોત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરનાર મહાનુભાવો જેવા કે માનવસેવા એક પ્રભુ સેવા માટે કનુભાઈ રાજગોર, પ્રકૃતિના જતન માટે જેમને શ્રેષ્ઠ કામ કર્યું એવા શ્રી રાજુભાઈ ઠક્કર, જ્ઞાન જ્યોત એવોર્ડ પૂનમ કેવરીયા, રમત માં જેમને શ્રેષ્ઠ કામ કર્યું એવા વિજયસિંહ ચૌહાણ, સંગીત સન્માન માટે હેમેન્દ્ર ભોજક, નારી શક્તિ માટે હિરલબેન ઠાકર, તબીબી ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનાર ડૉ .જયવદનભાઈ પાઠક, તેમજ રક્તદાન એ જ મહાદાન ઉક્તિને સાર્થક કરનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ શાહ અને યોગનો પોતાના જીવનમાં સંપૂર્ણપણે અમલ કરીને સાર્થક કરનાર એવા લક્ષ્મણભાઈ ગુરવાણી જેવા મહાનુભાવોને નવજ્યોત નવરત્ન એવોર્ડ થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!