આણંદ મત્સ્ય ઉછેર પ્રમુખ દ્વારા વિવિધ પ્રશ્નો તથા સમસ્યાઓ ની લઈને મત્સ્ય કમિશનર પત્ર દ્વારા રજુઆત.

આણંદ મત્સ્ય ઉછેર પ્રમુખ દ્વારા વિવિધ પ્રશ્નો તથા સમસ્યાઓ ની લઈને મત્સ્ય કમિશનર પત્ર દ્વારા રજુઆત.
તાહિર મેમણ – આણંદ 09/10/2025 – આણંદ – અશરફ મેમણ પ્રમુખ, આણંદ જિલ્લા મત્સ્ય ઉછેર સહકારી મંડળી તથા આણંદ જિલ્લાના મત્સ્ય ખેડુતો દ્વારા મત્સ્ય ઉછેર કમિશનર ગાંધીનગર નેસચિવ અને કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ પત્ર લખી મત્સ્ય ઉછેર માં પડતી વિવધ સમસ્યા ની જાણ કરવામાં આવીછે અશરફ ભાઈ એ જણાવ્યુ છે કે
જેમા સૌ પ્રથમ ગામ તળાવ ભાડા ની રકમ ની ચુકવણી નો મુદ્દો જેમા મત્સ્યઉદ્યોગ ખાતા દ્વારા ગામ તળાવ ભાડા ની રુ. ૫૦,૦૦૦ થી વધૂ રકમ ના કિસ્સા માં આ રકમ બે હપ્તા થી ચુક્વી આપવાની સવલત મત્સ્ય ખેડુતો ને આપવામા આવેછે, જેમા તળાવ ભાડા ની બીજા હપ્તા ની બાકી ની રકમ તા. ૩૦ ઓક્ટોબર સુધી માં ચૂકવી આપવાની હોય છે. પરંતુ ગામ તળાવ નો ઇજારો મળ્યા બાદ અને દર વર્ષ ના જાન્યુઆરી માસ સુધી મત્સ્ય ખેડુત મત્સ્ય ઉત્પાદન માટે પોતાની મોટા ભાગ ની મૂડી નુ મુડી રોકાણ કરી ચુક્યો હોય છે, જ્યારે મત્સ્ય ઉત્પાદન તેને ફેબ્રુઆરી માસ અને ત્યાર બાદ પ્રાપ્ત થાય છે, આ સંજોગો મા જો બીજા હપ્તા ની બાકી ની રકમ *૩૦ મે* સુધી માં ચૂકવી આપવા ની સગવડ આપવામા આવે તો મત્સ્ય ખેડુત ને તેના ઉત્પાદન ની મળેલ રકમ માંથી આ રકમ ચુકવી શકે, અને વ્યાજ જેવી ઉપાધી માથી બચી શકે, એ રીતે રાહત પ્રાપ્ત કરી શકે.
(૨) બીજા પ્રશ્ન મા હાલ ની ગામ તળાવ ઇજારા નીતિ અનુસાર સફળ બીડ ધારક મત્સ્ય ખેડુતને ગામ તળાવ પ્રથમ પાંચ વર્ષ માટે ઇજારા ઉપર આપવામા આવેછે. અને પાંચ વર્ષ ના ઇજારા બાદ બીજા પાંચ વર્ષ માટે ઇજારો લમ્બાવી આપવામા આવેછે. આ બાબત મા સમસ્યા એ છે કે, મત્સ્ય ખેડુતને ગામ તળાવ પ્રથમ પાંચ વર્ષ માટે ઇજારા ઉપર મળ્યા બાદ મત્સ્યખેડુત ગામ તળાવ ની સાફ સફાઇ કરી, મત્સ્ય પાલન માટે તળાવ તૈયાર કરવા સારુ જરુરિયાત અનુસાર ચુનો ખાતર વિગેરે નાંખી તળાવ તૈયાર કરી બિયારણ નાખી પ્રથમ ઉત્પાદન મેળવે ત્યા સુધી ની આ બધી બાબતો સેટ કરવામા મહદંશે ત્રણ વર્ષ જેટલો સમયગાળો વહી જાય છે. અને ખેડુત બે એક ઉત્પાદન લે ત્યા સુધી મા પ્રથમ પાંચ વર્ષ નો ઇજારા નો સમય પુર્ણ થઈ જાય છે, હવે બીજા પાંચ વર્ષ માટે ઇજારો મેળવવા જે તે ગ્રામ પંચાયત ની ગામ ના તલાટી કમ મંત્રી, સરપંચ ને રાજી કરવાના રહેછે, અન્યથા એક યા બીજા પ્રશ્ન ઉભા કરી બીજા પાંચ વર્ષ માટે ઇજારો લમ્બાવી આપવાની વીધી મા અડ્ચણો ઉપસ્થિત થાય છે, જેથી સરકારશ્રી દ્વારા સફળ બીડ ધારક મત્સ્ય ખેડુતને ગામ તળાવ સીધુજ દશ વર્ષ માટે ઇજારા ઉપર આપવામા આવે તેવી લાગણી મત્સ્ય ખેડૂતો એ રજુ કરી.
(૩) ત્રીજી બાબત મા અંતરદેશિય મત્સ્ય ઉત્પાદન વધારવા સરકારશ્રી દ્વારા મત્સ્ય ખેડુતો ને સહાય આપવાની જે વિવીધ યોજનાઓ હાથ ધરેલ છે, તેમા ડેમ રિવર વીગેરે ની જેમ એક ચોક્કસ વિસ્તાર ધરાવતા ગામ તળાવો મા પણ કેજ-કલ્ચર માટે સહાય આપવામા આવે તો નાના મત્સ્ય ખેડુતો ની આવક વધે અને અંતરદેશિય મત્સ્ય ઉત્પાદન વધારવા ની સરકારશ્રીની નિતી પણ સફળ નિવડે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા મત્સ્ય ખેડુત લાભાર્થિ ને ફક્ત એક વાર ઇન-પુટ સહાય આપવામા આવેછે, અને જિલ્લાવાર ગામ તળાવ ઇજારા ની વસુલ લેવામા આવતી રકમ સામે તેની ઘટક સંખ્યા નુ પ્રમાણ ઘણૂ જ ઓછુ છે. દાખલા તરીકે આણંદ જિલ્લા ની વાત કરવા મા આવે તો આણંદ જિલ્લા ના ૫૦૦ જેટ્લા ગામ તળાવો ઇજારા ઉપર આપવામા આવેછે, જેમા થી ઇજારા પેટે ત્રણ કરોડ ઉપરાંત ની રકમ વસૂલવા મા આવેછે, જ્યારે તેની સામે ઇન-પુટ સહાય પેટે માત્ર રૂપિયા ચાર થી પાંચ લાખ ની રકમ ફાળવવા મા આવેછે. આ રકમ ને ઇજારા પેટે વસુલવા મા આવતી રકમ ના ૧૦ ટકા સુધી પણ લઈ જવા મા આવે તો મત્સ્ય ખેડુત લાભાર્થિઓ ને ઇન-પુટ સહાય પેટે ૩૦ લાખ ની સહાય મળી શકે.
(૪) કેટ્લાક મત્સ્ય ખેડુતો દ્વારા એવી રજુઆત કરવામા આવી કે કેટ્લીક ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામ પંચાયત વિસ્તાર મા આવતા તળાવો પૈકિ અમુક તળાવ ઇજારા ઉપર આપવા મત્સ્યોધ્યોગ ખાતા ને સુપરત કરવા માં આવેછે, અને અમુક તળાવ કેટલીક રકમ લઈ , સીધે સીધા ચોક્કસ વગ ધરાવતિ વ્યક્તિઓને આપી દેવામા આવે છે, જેના કારણે ગ્રામ પંચાયત અને સરકારશ્રી બન્ને ને આર્થિક નુક્શાન થાય છે. જેથી મત્સ્યોધ્યોગ ખાતા દ્વારા સર્વે કરી તમામ તળાવો મત્સ્યોધ્યોગ ખાતા દ્વારા ઇજારા ઉપર આપવાની કાર્યવાહિ થાય તો મત્સ્ય ખેડુત, ગ્રામ પંચાયત અને સરકારશ્રી તમામ ને લાભ કારક નિવડે. આ ઉપરાંત કેટલાક ગામ તળાવો મા ૫૦ ટકા ઉપરાંત ગટર ના ગંદા પાણી આવતા હોય છે, જેના કારણે માછ્લીઓ ના મરણ ના કિસ્સા બનતા હોય છે, પરિણામે આવા કિસ્સા મા મત્સ્ય ખેડૂત આર્થિક રીતે પાયમાલ થાય છે, અને ગ્રામ આરોગ્ય પણ બગડ્તુ હોય છે, જેથી આ બાબત ઉપર કાયદા થી રોક લગાવવા મા આવે તે આવશ્યક છે.
(૫) સરકારશ્રી ની બહુચર્ચીત કિસાન ક્રેડીટ કાર્ડ કેસીસી યોજના માટે સરકારશ્રી દ્વારા આ યોજના ના લાભ લેવા કિસાનો વધુ મા વધુ ફોર્મ ભરે તે માટે ડિપાર્ટ્મેંટ વાર લક્ષ્યાંકો નક્કી કરવામા આવ્યા જેમા મત્સ્યોધ્યોગ ખાતા દ્વારા પણ કેસીસી ના ફોર્મ ભરવાના લક્ષ્યાંકો પૂર્ણ કરવા ઠેર ઠેર તાલુકા વાઇઝ કેમ્પો યોજી મત્સ્ય ખેડૂતો ના કેસીસી માટે ફોર્મ ભરાવવા મા આવ્યા પરંતુ તેમાંથી મોટા ભાગ ના ને કિસાન ક્રેડીટ કાર્ડ યોજના નો લાભ મળ્યો નથી. આ યોજના અનુસાર મત્સ્ય ખેડુત ના કિસ્સા મા આવા મત્સ્ય ખેડુત જમીન ધારણ કરતા ના હોય તો પણ માત્ર તળાવ ઇજારા ના હુકમ ઉપર આ યોજના નો લાભ આપવાનો હોય છે, આમ છતા કેટ્લીક બેંકૉ દ્વારા મત્સ્યખેડૂતો ને જમીન ની નકલો આપવા કે જામીન રજુ કરવા ફરજ પાડવા મા આવેછે. જેથી ફોર્મ ભરેલા મોટા ભાગ ના મત્સ્યખેડૂતો ને કિસાન ક્રેડીટ કાર્ડ યોજના નો લાભ મળ્યો નથી.
(૬) સરકારશ્રી દ્વારા વિવિધ જળસંચય ની યોજનાઓ અમલમા મુકવા મા આવેછે. જેમા સુજલામ સુફલામ યોજના અને તાજેતર ની અમ્રુત સરોવર યોજના મા જળ સંચય હેઠળ હયાત તળાવો ઉંડા કરવાના કામો લેવામા આવે છે. જેમા કોઇ ને વાંધો હોઇ શકે નહી પરંતુ ઇજારદાર મત્સ્ય ખેડુત ને જાણ કર્યા સિવાય તળાવ ખોદી નાખવામા આવે છે. પરિણામે ખેડૂત નુ જે ઉત્પાદન તળાવમા ઉછેરેલ હોય છે, તેની ઉપર વિપરિત અસર પડે છે, ઉપરાંત આવા તળાવ મા આ કામ ચાલે ત્યા સુધી મત્સ્ય ખેડૂત કોઇ ઉત્પાદન લઇ શક્તો નથી કે મત્સ્ય ઉછેર ને લગતી કોઇ પ્રવ્રુત્તી કરી શક્તો નથી, જેથી તેને મોટાપાયે નુકશાન વેઠ્વાનો વારો આવેછે, અને હદ તો ત્યા થાય છે કે આટ્લા સમય દરમ્યાન તળાવના ભાડા મા પણ રાહત આપ્વામા આવ્તી નથી.
(૭) જે તળાવો મા જંગલી ઘાસ ઉગી નીક્ળેલ હોય કે જળ્કુમ્ભી (નાળા) થી તળાવ ગ્રસીત હોય તેવા તળાવોમા આવુ જંગલી ઘાસ કે જળ્કુમ્ભી (નાળા) ને દુર કરવા માટે એફ.એફ.ડી.એ. જીલ્લા પંચાયત ના પરિપત્ર અનુસાર તળાવ ભાડા ની ૨૫ ટકા રકમ સુધી ની સહાય મત્સ્ય ખેડૂત ને મળવા પાત્ર છે, આમ છતા આ સહાય આપવામા આવતી નથી.
(૮) ગામ તળાવો મા ગટર નુ ગંદુ પાણી અને તેની સાથે કચરો પણ ઠાલવવા મા આવે છે, આમ થતા તળાવ ના ઇનલેટ અને આઊટ્લેટ અવરોધાય છે, જેને કારણે તળાવ ના પાણી ના જથ્થા ઉપર વિપરિત અસરો પડેછે, અને તળાવ નુ પાણી પ્રદુશિત થાય છે, જેથી ગ્રામ આરોગ્ય પણ જોખ્માય છે.
(૮) મત્સ્ય ઉછેર પ્રવ્રુત્તિ માટે વિજ પૂરવઠા ની પણ આવશ્યક્તા રહે છે, આ માટે જ્યારે વિજ જોડાણ ની માંગણી કરવામા આવેછે, ત્યારે કોમર્શિયલ વીજ જોડાણ આપવામા આવેછે, વાસ્તવ મા મત્સ્ય ઉછેર ને સરકાર શ્રી એ મત્સ્યખેતી અને મત્સ્ય ઉછેરક ને મત્સ્ય ખેડૂત તરીકે વ્યાખ્યાયીત કરેલ છે, ત્યારે અન્ય ઘણા રાજ્યો ની જેમ ગુજરાત મા પણ આ પ્રવ્રુત્તી માટે વીજ જોડાણ પણ ક્રુષિ વીજ જોડાણ મળ્વુ જોઇએ.
(૯) કેટ્લાક તળાવો મા પાણી ની આવક નો મુખ્ય સ્ત્રોત કેનાલ હોય છે, પરંતુ ઘણી વખત કેનાલ મા પાણી ચાલુ હોવા છતા તળાવ માટે અને હેચરી માટે પાણી આપવામા આવતુ નથી.




