MORBI:મોરબી જિલ્લાની જેતપર ગામની C.H.C ના ફરજ પરના ડોક્ટરની ધોર બેદરકારી

MORBI:મોરબી જિલ્લાની જેતપર ગામની C.H.C ના ફરજ પરના ડોક્ટરની ધોર બેદરકારી
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી જિલ્લાની જેતપર(મચ્છુ) ગામની C.H.C માં ફરજ બજાવતા ડોક્ટરની ધોર બેદરકારી સામે આવી છે તારીખ 8/7/2025 ને મંગળવારના રોજ સાંજના સમયે ગાળા ગામ પાસે રોટો સીરામીકમાં મજૂરી કામ કરતા સોબીતા મુકેન્દ્રભાઈ ઉંમર 28 તે સાપર ગામ પાસેથી બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે જેતપર (મચ્છુ) C.H.C. માં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના ફરજ પરના ડોક્ટરે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આપ્યા વગર મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તાત્કાલિક ના ધોરણે ઉપલબ્ધ સુવિધાઓ પુરી પાડી અને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમા રીફર કરવામાં આવ્યા હતા તો આવા બનાવો અનેક વખત જેતપર C.H.C ના ડોક્ટરોની ધોર બેદરકારીઓ સામે આવે છે જો આવા ડોક્ટરોને કોઈ કહેવાવાળું છે કે નહીં તે પણ એક ચર્ચાએ જોર પકડયું છે.
વધુમાં વાત કરીએ તો દર્દી ના માથાના ભાગમાં ઈજા થતા બ્લડિંગ થતા છતાં પણ જેતપર C.H.C ના ડોક્ટરોએ માથામાં પટ્ટી પણ મારી દેવામાં આવીન હતી વગર પટીએ વગર ટ્રીટમેન્ટ મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવ્યા હતા.







