WAKANER:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાલમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાઈ ગયો.
WAKANER:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાલમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાઈ ગયો.
બાળકોમાં ગમ્મત સાથે જ્ઞાન વધે હેતુસર શાળામાં દર વર્ષે પ્રથમ સત્રમાં જુલાઈ મા દરમિયાન ધોરણ 1 થી 5 ના બાળકો માટે બાલમેળો અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે લાઈફ સ્કીલ મેળો યોજવામાં આવે છે. બાળકોમાં મનોરંજન સાથે જ્ઞાન મળે એ હેતુસર ગઈકાલે 1 થી 5 ના બાળકોએ રંગપૂરણી,માટીકામ, ચીટકકામ, કાગળકામ કર્યું હતું. આજે ધોરણ 6 થી 8 ના બાળકોએ જીવન માં ઉપયોગી થાય તેવા કામ જેમકે સ્ક્રુ ફીટ કરવો, ફ્યુઝ બાંધવો, સાયકલનું પંચર રીપેર કરવું, કુકર ખોલવું, કપડાને ઇસ્ત્રી કરવી, વેસ્ટ માંથી બેસ્ટ, પૂઠાંમાંથી મકાન બનાવવું, મહેંદી મૂકવી, હેર સ્ટાઇલ વાળવી વગેરે જેવી ક્રિયાઓ કરી આનંદમય દિવસ ઉજવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કુબાવત, હિરેનભાઈ ઠાકર, ધર્મેશભાઈ પટેલ, આચાર્ય અનિમેષભાઈ દુબરિયા અને હેતલબેન મકવાણા એ જહેમત ઉઠાવી