
ફૈઝ ખત્રી… શિનોર
દેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ના સમર્થન માં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું…
શિનોર તાલુકાના સાધલી ગામે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડા ની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ત્યાંથી શિનોર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા.
આ કાર્યક્રમમાં શિનોર એસ.સી, એસ.ટી , ઓ.બી.સી. સમાજના યુવાનો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
દેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા ઉપર થયેલ ખોટી એફ.આઈ.આર તેમજ પોલીસ દમન મામલે શિનોર તાલુકા એસ.સી, એસ.ટી , ઓ.બી.સી. સમાજ દ્વારા રાજ્ય પાલ શ્રીને સંબોધી શિનોર મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવી ન્યાય ની માંગણી કરવામાં આવી હતી..



