DAHODGUJARAT

દાહોદ નગરપાલિકામાં રાજકીય હડકંપ: ભાજપના વરિષ્ઠ નેતા રાજેશ સહેતાઈનું કાઉન્સિલર પદેથી રાજીનામું

તા.૦૯.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નગરપાલિકામાં રાજકીય હડકંપ: ભાજપના વરિષ્ઠ નેતા રાજેશ સહેતાઈનું કાઉન્સિલર પદેથી રાજીનામું

પૂર્વ પ્રમુખે વહીવટમાં ઢીલાશનો આક્ષેપ કરી વડોદરા રિજનલ કમિશનરને સોંપ્યું રાજીનામું દાહોદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. વોર્ડ નંબર-૨ ના ભાજપ કાઉન્સિલર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ સહેતાઈએ કાઉન્સિલર પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રિજનલ કમિશનર ઓફ મ્યુન્સીપાલીટી, વડોદરાને રાજીનામું વોટ્સઅપ અને રૂબરૂ મોકલી આપ્યું છે. રાજીનામાનું કારણ જણાવતાં તેમણે કહ્યું, “નગરપાલિકાના વહીવટમાં પકડ ન હોવાથી અને કાઉન્સિલર તરીકે ફરજ નિભાવવામાં અસમર્થતાને કારણે મેં રાજીનામું આપ્યું છે.”દાહોદ નગરપાલિકામાં ૩૬ કાઉન્સિલરોમાંથી ૩૪ ભાજપના અને ૨ કોંગ્રેસના છે. અઢી વર્ષ માટે નિરજ દેસાઈને પ્રમુખ બનાવવાના નિર્ણયથી ભાજપના કેટલાક સભ્યો નારાજ હતા. આ મુદ્દે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રમુખ બદલાયા નથી. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ કાઉન્સિલરો સાથે સંવાદ કરી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સહેતાઈના રાજીનામાએ ભાજપની આંતરિક રાજનીતિ પર નવા સવાલો ઉભા કર્યા છે.આ ઘટનાએ દાહોદના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, અને નગરપાલિકાના વહીવટ તેમજ ભાજપની આંતરિક ગતિશીલતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!