GUJARATNAVSARIVALSAD CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા-એકી તથા બેકી તારીખ પ્રમાણે વાહન પાર્કિંગ સંબંધિત મહત્વપૂર્ણ જાહેરનામું….

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સતત વધી રહેલા વસ્તી ગીચતા, કમર્શિયલ ધાંધકીય કારોબાર તથા પ્રવાસન પ્રવૃત્તિઓના પરિણામે મોટા બજાર અને તેની આસપાસ આવેલા નાના બજાર વિસ્તારોમાં વાહનોના અવરજવર તથા પાર્કિંગના ભારણને કારણે ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ રહી છે. જાહેર રસ્તાઓ પર નિયમવિહિન રીતે પાર્ક કરાયેલા વાહનોના કારણે સામાન્ય નાગરિકો તથા રાહદારીઓ માટે અવરજવરમાં ઘણી મુશ્કેલી ઉભી થતી હોય છે. આ સ્થિતિના સંકલન અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા, નવસારી મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર એકી-બેકી તારીખ અનુસાર પાર્કિંગ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મુજબ, શહેરના નિમ્નલિખિત મુખ્ય 5 માર્ગો પર જમણી બાજુએ એકી તારીખે અને ડાબી બાજુએ બેકી તારીખે પાર્કિંગ કરવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે: 1. નવસારી મહાનગરપાલિકાથી આશાનગર સર્કલ સુધીનો માર્ગ 2. મોટાબજારથી કંસારવાડ સુધીનો માર્ગ 3. ટાવરથી કુવારા સર્કલ સુધીનો માર્ગ 4.નવસારી GSRTC ડેપોથી પ્રજાપતિ આશ્રમ સુધીનો માર્ગ 5. ટાવરથી ટાટા સ્કૂલ સુધીનો માર્ગ

આ નિયમ ૧ જુલાઈ ૨૦૨૫થી અમલમાં મુકાયેલ છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમનકૃત પાર્કિંગ વ્યવસ્થાનો ભંગ કરવામાં આવશે તો દંડની કાર્યવાહી કરવામાં આવશે. શહેરવાસીઓને સહકાર માટે એસ્ટેટ/ટી.પી. વિભાગ નવસારી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ છે કે, પાર્કિંગ સંબંધિત આ નવી વ્યવસ્થાનો અનુસરો અને ટ્રાફિક વ્યવસ્થામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!