
કેશોદમાં આવેલ લંડન કીડ્સ સ્કુલમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નાના નાના ભુલકાઓ હિન્દુ સનાતન ધર્મના સન્માનનીય પુજનીય ઋષિ મુનીઓ સંતો મહંતો ની પ્રતિકૃતિ વેશભૂષામાં રજૂ કરી ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નાના નાના ભુલકાઓ ને વિવિધ પાત્રોમાં સજ્જ થયેલા જોઈને વાલીઓ પણ હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. કેશોદ આસપાસના વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમા એ એક ધાર્મિક તહેવાર છે જે બધા આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે સમર્પિત છે આ તહેવાર પરંપરાગત રીતે પોતાના પસંદ કરેલા આધ્યાત્મિક શિક્ષકો અથવા નેતાઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. તે હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનામાં પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે . તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે મહાભારતના લેખક અને વેદોનું સંકલન કરનાર ઋષિ વેદ વ્યાસના જન્મદિવસને ચિહ્નિત કરે છે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ‘વ્યાસ પૂર્ણિમા’ નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો. આ પર્વની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને નૃત્ય નાટિકા બતાવીને ગુરુપૂર્ણિમા પર્વનો મહિમા સમજાવવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં ઉજવવામાં આવેલા ગુરુપૂર્ણિમા પર્વના પ્રસંગે જીવનમાં ગુરુપદ ના મહત્વ અંગે સમજણ આપવામાં આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




