BANASKANTHADEODARGUJARAT
અમેરિકાના દંપતીએ દિયોદરના કોતરવાડા ગામે મેલડી માતાજીને 51 ડોલર ની નોટો નું તોરણ બનાવી ચડાવ્યું
નંદાસણ ગામની હેતલબેન રાકેશકુમાર પટેલે માનતા રાખી હતી
- અમેરિકાના દંપતીએ દિયોદરના કોતરવાડા ગામે મેલડી માતાજીને 51 ડોલર ની નોટો નું તોરણ બનાવી ચડાવ્યું
નંદાસણ ગામની હેતલબેન રાકેશકુમાર પટેલે માનતા રાખી હતી
સમગ્ર દિયોદર તાલુકામાં ગુરુપૂર્ણિમા ના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દિયોદર તાલુકાના કોતરવાડા ગામે બિરાજમાન મેલડી માતાજીના મંદિર ખાતે માતાજી ને ડોલર ની નોટો નું તોરણ બનાવી ચડાવવામાં આવ્યું હતું ગુજરાત ના કડી તાલુકાના નંદાસણ ગામના હેતલબેન રાકેશકુમાર પટેલ અમેરિકામાં સ્થાઇ થયા છે જેમાં માતાજી ની માનતા પૂરી કરવા માટે ગુરુપૂર્ણિમાના દિવસે કોતરવાડા ગામે મેલડી માતાજી ને 51 ડોલરનું તોરણ બાંધી માનતા પૂરી કરી હતી વિદેશી નાણાં નું તોરણ દેખવા માટે આજુ બાજુ વિસ્તાર માંથી ભક્તો ઉમટી પડ્યા હતા
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર