રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ લીલીયા
લીલીયા મોટા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ માં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયામાં એન.એસ.એસ વિભાગ અને સપ્તધારા અને સંસ્કૃત વિભાગ અંતર્ગત ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુરુ એ ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા અને શિક્ષણનો પાયો છે. વ્યક્તિના જીવનમાં ગુરુનું અનેરું મહત્વ છે.સામાન્ય શિક્ષણ થી શરૂ કરી ગૂઢ આધ્યાત્મિક વિદ્યામાં પારંગત થવા માટે વ્યક્તિએ ગુરુ પાસે સમર્પિત થવું અનિવાર્ય છે. આમ ગુરૂપૂજનનો વિશેષ દિવસ ગુરુપૂર્ણિમા ઉજવણીનું આયોજન કોલજના આચાર્ય શ્રી ડૉ. રાજેન્દ્રસિંહ એ. રાઠોડ (GES -2 કોલેજ શાખા ) ની ઉચ્ચતમ પ્રેરણાથી કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય શ્રી ડૉ. રાજેન્દ્રસિંહ એ. રાઠોડ (GES -2 કોલેજ શાખા ) સાહેબે ગુરુ મહિમા વિશે ઊંડાણપૂર્વક નું માર્ગદર્શન પાઠવેલ હતું. ત્યારબાદ ડૉ. મહેશ એસ. ગઢીયા (આસી. પ્રો. સમાજશાસ્ત્ર) તથા ડૉ.શબ્બીર પરમાર (આસી. પ્રો. એંગ્રેજી)તથા પ્રો. વિરાજબેન રાઠોડ(આસી. પ્રો. એકાઉન્ટન્ટસી)દ્વારા વિદ્યાર્થીઓને પ્રાસંગિક માર્ગદર્શન આપેલ હતું. આમ કાર્યક્રમ ખુબજ સરસ અને સુંદર રીતે સફળ થયો. કાર્યક્રમનું સંચાલન ડૉ. ભરત ખેની (આસી. પ્રો. ગુજરાતી)દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમની આભારવિધિ ડૉ. પ્રકાશકુમાર પરમાર (આસી. પ્રો. કોમર્સ)દ્વારા કરવામાં આવેલ હતું.કાર્યકેમને સફળ બનાવવા કોલેજના તમામ અધ્યાપકો એ જહેમત ઉઠાવી હતી.તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા