GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુરૂજી પૂર્ણિમા પવિત્ર અવસરે ગુરુજીને વંદન મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા: શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા

MORBI:ગુરૂજી પૂર્ણિમા પવિત્ર અવસરે ગુરુજીને વંદન મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા

 

 

મોરબી,છેલ્લા થોડા દિવસોથી શિક્ષણ અને શિક્ષકની ખામી ખૂબીઓ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે,ઘણા લોકો શિક્ષકની નૈતિકતા,નિષ્ઠા અને નિયમિતતા વિશે આંગળી ઉઠાવતા હોય છે,ત્યારે મોરબીના ગોવિંદભાઈ વાલજીભાઈ ગઢીયા નામના નિવૃત શિક્ષકને વંદન કરવાનું મન થાય એવું કાર્ય કરી રહ્યા છે, અને શિક્ષક કભી સાધારણ નહિ હોતાની ઉક્તિને સાર્થક કરી રહ્યા છે.વાત જાણે એમ છે કે મોરબીમાં વીસી ફાટકની સામે બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા આવેલી છે,આ શાળામાં હાલ 300 ઉપરાંત વિદ્યાર્થીનીઓ છે, ગોવિંદભાઈ નિવૃત થવાના કારણે હાલ શાળામાં શિક્ષકોની ઘટ્ટ હોય બાળકો શિક્ષક અને શિક્ષણથી વંચિત રહી ન જાય બાળકોનું શિક્ષણ બગડે નહિ એ માટે ગોવિંદભાઈ નિવૃત્તિ બાદ પણ શાળામાં દરરોજ નિયમિત આવીને વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવે છે.જે શિક્ષકની સાથે વર્ષો સુધી કામ કર્યું છે એવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ નિવૃત શિક્ષકની રૂબરૂ મુલાકાત લઈ એમના વર્ગકાર્યને નિહાળ્યું અને એમની અનન્ય સેવાને બિરદાવતા જણાવ્યું કે વંદન ગુરુજી

Back to top button
error: Content is protected !!