DAHODGUJARAT

દાહોદ નગર પાલિકાના સભાખંડમાં નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ.જે સામાન્ય સભામાં નવી સમિતિની રચના કરવામાં આવી

તા.૧૦.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નગર પાલિકાના સભાખંડમાં નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ.જે સામાન્ય સભામાં નવી સમિતિની રચના કરવામાં આવી

દાહોદ નગરપાલિકાના સભા ખંડમાં બપોરના ૧૨.૩૦ કલાકે પાલિકાની સામાન્ય સભા નીરજ દેસાઈના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. તે એજન્ડાના કુલ ૩૯ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા. એજન્ડામાં વિવિધ ૧૬ જેટલી કમીટીઓના ચેરમેનોની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પૂર્વે ભાજપ દ્વારા સૌ પાલિકા સભ્યોને વ્હીપ શહેર પાર્ટી પ્રમુખ અર્પિલ શાહ દ્વારા આપવામાં આવ્યો હતો અને સૌને ત્રણ લાઈનનો વ્હીપ મળ્યો કે નહી તેની ખરાઈ કરી હતી ત્યારબાદ નિર્વિરોધ ચેરમેનોની એક બાદ એક જાહેરાત કરાતા સભ્યોએ વધાવી લીધા હતા અને અભીનંદનનો દોર શરૂ થયો હતો. સામાન્ય સભામાં પાંચ પાલિકા કર્મચારીઓ નીવૃત્તિ થતા તે અંગેના કામ પણ રજુ કરાયા હતા એકંદરે પાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જાેકે દાહોદ પાલિકાના માજી પ્રમુખ ગેરહાજર રહ્યા હતા તે ઘણું બધુ કહી જાય છે. આ સાથે દાહોદ પાલિકાના નવનિર્મિત ચેરમેનો વરણી પણ કરવામાં આવી હતી જેમાં બાંધકામ સમિતિમાં સુજાનભાઈ કિશોરી, પાણી પુરવઠામાં તુલસીભાઈ જેઠવાણી, આરોગ્યમાં નુપેન્દ્રભાઈ દોશી, સ્ટ્રીટ લાઈટમાં ફાતેમા કપુર, કાયદા (લીગલ)માં જેનાબબેન લીમડીવાલા, નગર રચનામાં બીજલભાઈ ભરવાડ, એસ્ટાબ્લીશમેન્ટમાં સંતોષબેન ખંડેલવાલ, ફાયરમાં કાઈદભાઈ ચુનાવાલા, બાગ બગીચામાં પ્રેમીલાબેન ક્ષત્રીય, શોપમાં લક્ષ્મીબેન ભાટ, લાઈબ્રેરીમાં કિંજલબેન પરમાર, સમાજ કલ્યાણમાં જાેગેશભાઈ સંગાડીયા, રમત ગમતમાં રાકેશભાઈ નાગોરી, મેન્ટેનન્સમાં લલીતભાઈ પ્રજાપતિ, પાર્કિંગમાં હંસાબેન વોહનીયા અને સ્ટોલ એન્ડ વહીવટીમાં વાસીફભાઈ પઠાણની નવનિયુક્તિ કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!