
તા.૧૦.૦૭.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)
દાહોદ થી ધામરડા જતા રોડ પર ખાન નદી પર આવેલ બ્રિજ પરના રોડ પર પડેલા ખાડા પર પેવર પટ્ટાનું કામ કરવામાં આવ્યું દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓ અને બ્રીજનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે દાહોદ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને બ્રિજની મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.દાહોદ જિલ્લામાં વરસાદને લીધે કેટલાક રસ્તા ધોવાયા હોવાનું ધ્યાને આવતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને ડામર પેચ તથા મેટલ પેચથી મરામત કરવામાં આવી રહ્યા છે.માર્ગ અને મકાન વિભાગ ( રાજ્ય) દાહોદ દ્વારા જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે દાહોદ થી ધામરડા જતા રોડ પર આવેલ ખાન નદી બ્રિજ પરના રોડ પર પડેલા ખાડા પર પેવર પટ્ટાનું કામ કરવામાં આવ્યું હતું



