
ફૈઝ ખત્રી..શિનોર
વડોદરાના શિનોર ખાતે આવેલ સોમરાજી બાવાની દરગાહ ઉપર આજ રોજ તારીખ 10/7/25 નારોજ મકબુલ સફી બાવાના ખલીફા હાજી ઈકબાલબાવા, હાજીકાલુ બાવા, હાજી મુસ્તાક બાવા તેમજ મદ્રેસા મકબુલ સફી બાવાના પેસ ઈમામ તેમજ મુરીદ ભાઈઓ મક્કા મદીના જવા ઉમરાહ જતા 45 લોકોનું ફૂલહાર થી સ્વાગત કરાયું.
પ્રસંગે શોમરાજી બાવાની દરગાહ પર આમ દાવત તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 7000 થી 8000 હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના મહેમાનોએ પ્રસાદીનો લાભ લીધો હતો જે ભાઈઓ હજ પડવા માટે જવાના હોય તેઓનું ફૂલહાર કરી સ્વાગત કરી સન્માન કર્યું હતું..




