GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર સીટી પોલીસ દ્વારા અલગ અલગ બે દરોડામાં જુગાર રમતાં 13 શખ્સો ઝડપાયા 

 

WAKANER:વાંકાનેર સીટી પોલીસ દ્વારા અલગ અલગ બે દરોડામાં જુગાર રમતાં 13 શખ્સો ઝડપાયા

 

 

વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે મિલપ્લોટ ડબલચાલીમાં રહેતા રુડીબેન કરશનભાઈ ગોરીયા ઉ.85 નામના મહિલા પોતાના ઘરમાં નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન આરોપી રૂડીબેન કરશનભાઈ ગોરીયા અજયભાઈ મંગાભાઈ રાતોજા, ભુપતભાઈ ધરમશીભાઈ ઝાલા, શાહરૂખભાઈ હૈદરભાઇ જેડા, સતીષભાઈ રઘુભાઈ કઉડર, મહેશભાઈ પ્રેમજીભાઈ બાવળીયા, આશીફભાઈ નુરમામદભાઇ બ્લોચ, ક્રુણાલ મનસુખભાઈ માલકીયા, હસનભાઇ દોશમાહમદભાઈ મોવર અને અનવરભાઇ દાઉદભાઈ બાબરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા 16,100 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા ગામે ઠાકર મંદિર સામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી રાજેશભાઈ ગાંડુભાઈ દલસાણીયા, પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકી અને કરણભાઈ શામજીભાઈ ડેડાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,400 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!