BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂમા મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું,આરોપીની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ
આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે.

ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલસી.આર.ચેમ્બર્સ કોપ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમા પકડાયેલ દિપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રડિડ બોટલોમાં ભરી અને વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દિપસિંહ તુવરને મળી હતી.મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ

પોલીસે દરોડો પાડતાં વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ 353 મળી આવ્યાં હતાં.આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતાં તે ટ્રેનમાં સિંગ ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી. બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો. આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન, કૃપેશ શંકર કહાર તથા અનીશ રાણાને વેચાણ કરતો હતો. પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસ રાજુ વાઘરી, કૃપેશ કહાર, અનીશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

Back to top button
error: Content is protected !!