માનવતા નો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ભરૂચ ના પત્રકાર મિત્રો, મૂંગા પશુ માટે માનવતા બની સહારો બન્યા અવી સૈયદે ઘાયલ નંદી માટે કરી જીવનદાયી દોડધામ


સમીર પટેલ, ભરૂચ
શહેરમાં માનવતા અને જીવ દયા નું ઉજળતું ઉદાહરણ જોવા મળ્યું, જયારે અવી સૈયદ નામના યુવાને પગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નંદી માટે લોકોમાંથી સહાયની અપીલ કરી અને સમયસર મદદ મળી આવતા નંદી નો જીવ બચાવાયો. પ્રાપ્ત માહિતી અનુસાર કસક વિસ્તાર મા એક નંદી નું એક પગ ખરાબ રીતે ઘાયલ થયું હતું અને સતત લોહી વહેતું હતું. એ સમયે અવી સૈયદે ઘટના સ્થળે પહોંચી, વીડિયો તથા મેસેજ મારફતે સ્થાનિક લોકોને મદદ માટે અપીલ કરી. અપીલને પ્રતિસાદ આપતા જીવ દયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નંદી ના પગમાંથી વહેતું લોહી બંધ કરવામાં સફળતા મળતાં તેને ખૂબ રાહત મળી. અવી સૈયદની મુંગા પશુઓ પ્રત્યેની લાગણી, કરૂણા અને સતર્કતાથી ફરી એકવાર સાબિત થયું કે શહેરમાં આજે પણ એવા યુવાનો છે, જેઓ નિષ્કપટ પ્રાણીઓના દુઃખમાં સહાનુભૂતિથી આગળ આવે છે. આ ઘટના શહેરના જીવ દયા સંગઠનો અને પશુપ્રેમીઓ માટે પણ પ્રેરણાદાયક બની છે.



