GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ગુરુ-પૂર્ણિમા ની હર્ષો-ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૭.૨૦૨૫

હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ અને કે.જી વિભાગ શાળા માં ગુરુ-પૃર્ણિમા ના પાવન-પર્વ ના દિવસે ગુરુ-પૂર્ણિમા ની હર્ષો-ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધો-1 થી 8 ના બાળકો દ્વારા પોતાના ગુરુજન શિક્ષકોને પુષ્પ અને કાર્ડ અર્પણ કરી આશીર્વાદ મેળવી ગુરુ-પૂજન કરવામાં આવ્યું હતુ.આ સાથે શાળા ના ધો-3 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા ભજન,અને નાટક સાથે ક્લાસિકલ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ ના મુખ્ય અતિથિ શ્રી હાલોલ મહાજન ઊંચ્ચ શિક્ષણ મંડળ અને શાળા ના માનદ મંત્રી સમીરભાઈ શાહના હસ્તે દીપ-પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતુ.જ્યારે આ પાવન-પર્વ સાથે બાળકોની મૌલિકતા સાથે બાળકો નો આંતરિક વિકાસ થાય તે અર્થે ધો-4 અને 5 અને ધો-6 થી 8 આમ બે ગ્રુપ સાથે “શિક્ષા અને સંસ્કાર” વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભરપૂર ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો આમ સ્પર્ધા ના અંતે “વકૃત્વ સ્પર્ધા”ના નિર્ણાયક શાળા ના ગુજરાતી વિષય ના શિક્ષક ક્રિષ્નાબેન દેસાઈ અને કૈલાશબેન વરીઆ દ્વારા બન્ને ગ્રૂપ માંથી પ્રથમ,દ્વિતીય,અને તૃતીય નંબર આપી વિદ્યાર્થીઓ ને નંબર-અંકિત કરવામાં આવ્યા આમ આ સમગ્ર કાર્યક્રમ ના અંતે વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ અને કે.જી વિભાગ અને ધો-1 થી 8 ના સુપરવાઈઝર મિલનકુમાર શાહ દ્વારા કે.જી વિભાગ અને ધો-1 થી 8 ના વિદ્યાર્થીઓ સાથે શાળા ના દરેક શિક્ષક તેમજ શાળા ના દરેક કાર્યકર્તા ભાઈ-બહેનો ને ગુરુ-પૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છાઓ આપી વકૃત્વ સ્પર્ધામાં નંબર મેળવેલ દરેક વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર અર્પણ કરી દરેક વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંસ્કૃત વિષય ના શિક્ષક બકુલાબેન કલસે દ્વારા કરવામાં આવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!