BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી

11 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તા. 11/ 7 /25 ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત અથૅશાસ્ત્ર વિભાગ ના કૌટિલ્ય વિચાર મંચ અંતર્ગત ” *વિશ્વ અર્થતંત્ર ઉપર વસ્તી વધારાની અસરો”* વિષય ઉપર એક નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિશ્વની વધતી જતી વસ્તી ના પડકારો અને અસરો અંગે જાગૃતતા લાવવા આવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા પ્રિન્સિપાલ ડો. રાધાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું।





