લક્ષ્મણપુરા ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

11 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ લક્ષ્મણપુરા ખાતે નિર્માણ પામેલ ગંગેશ્વર મહાદેવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો શીવજી ની ઉછામણી માટે રવિવારે ડૉ.શાસ્ત્રી સંજયકુમાર સી.જોષી ની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામજનો ની બેઠક યોજાઈ હતી. જેમાં ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવા આહવાન કરવામાં આવી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ લક્ષ્મણપુરા મેનેજીંગ ટ્રસ્ટી લક્ષ્મણભાઈ એચ.સીરવી , કાંનજીભાઈ એલ. પટેલ (પુવૅ. સ્પે.મેનેજર બી,ઓ.બી.બેંક) ચેલજીભાઈ ઉપલાણા (ભગત) એપીએમસી સેક્રેટરી માંઘજીભાઈ ધુળીયા એ યોજાનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કારી હતી જેને ઉપસ્થિત તમામ વડીલો, ગ્રામજનો એ વધાવી ભગવાન શીવની ઉછામણી માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. લક્ષ્મણપુરા ના તમામ યુવા કાર્યકરો એ બેઠક સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી. નવનિર્માણ મંદિર ના કાયૅ માં વડગામ ગામ, લક્ષ્મણપુરા ગ્રામજનો, તમામ દાતાઓ, સાથસહકાર આપનાર તમામ ભાઈઓ નો ટ્રસ્ટી મંડળે અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ





