પંચમહાલ જિલ્લા કલેકટર અને એસબીઆઈ વચ્ચે જિલ્લાના રાજ્ય સરકારના કાયમી કર્મચારીઓના પગાર ખાતાને સંદર્ભે MoU સાઈન કરવામાં આવ્યા
એમઓયુ અંતર્ગત ખતાધરકોને વિનામૂલ્યે જીવન વીમો, અકસ્માત વીમો, RuPay ATM કાર્ડ તથા લોનની પ્રોસેસિંગ ફી માં રાહત જેવા લાભ મળી શકશે
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી અજય દહિયા તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા પંચમહાલ જિલ્લાના રાજ્ય સરકારના કાયમી કર્મચારીઓના પગાર ખાતાને સંદર્ભે MoU સાઈન કરવામાં આવ્યા.
જેમાં અકસ્માત વીમો રૂપિયા ૧ કરોડ તથા RuPay ATM કાર્ડ ઉપર ખાતાના પ્રકાર પ્રમાણે રૂપિયા ૧૦ લાખ તથા વધુનો અકસ્માત વીમો, આ ઉપરાંત MoU ની શરતો પ્રમાણે બેંક તરફથી વિનામૂલ્યે રૂપિયા ૧૦ લાખના જીવન વીમાં જેવા લાભ મળવાપાત્ર છે. અન્ય બીજા લાભોમાં મુખ્ય લોનની પ્રોસેસિંગ ફી માં રાહત તથા પરિવારના ૪ સભ્યોના ખાતા રિશ્તે એકાઉન્ટ અતંર્ગત ખોલાવવાની સુવિધા આ MoU હેઠળ મળવાપાત્ર છે.
કર્મચારીઓના લાભાર્થે આ MoU સાઈન કરતી વેળાએ, નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે.પટેલ, પ્રોબેશનર આઇ.એ.એસ. સુ.શ્રી. અંજલી ઠાકુર, વડોદરાના ડીજીએમશ્રી સલીમ અહેમદ, વડોદરાના એજીએમ સુ.શ્રી ઝીનત બામ્બુવાળા, એજીએમ શ્રી શંભુ નારાયણ, ગોધરાના રિજિનલ મેનેજરશ્રી સંજય અગ્રવાલ, ગોધરાના આસિસ્ટન્ટ મેનેજરશ્રી દિવ્યાંગ પ્રજાપતિ, પંચમહાલ જિલ્લા મહેસૂલી મંડળના પ્રમુખશ્રી ભરતભાઈ ડામોર હાજર રહ્યા હતા.