પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ દક્ષિણ ગુજરાત ના પ્રવાસે..

અહેવાલ:- પ્રતિક ભોઈ
પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ દક્ષિણ ગુજરાત ના પ્રવાસે..
તાપી જિલ્લા ના હોદ્દેદારો સાથે સર્કિટ હાઉસ વ્યારા ખાતે બેઠક..
તાપી જિલ્લા ના જૂના જોગીઓ ફરી એક થયા ને નવા કાર્યક્રમ નું ટૂંક સમયમાં આયોજન થશે..
પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ આઈ ટી સેલના નીતિન ઘેલાણી દક્ષિણ ગુજરાત ના પ્રવાસે હોવાથી એક દિવસ સુરત રોકાણ કરી, હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા બાદ તાપી જિલ્લા ની મિટિંગ વ્યારા સર્કિટ હાઉસ ખાતે યોજી તેમજ જુના જોગી અને સૌના માર્ગદર્શક એવા ઍસ એન ભદોરીયા સાથે પણ મુલાકાત બાદ ફરી જૂના જોગીઓ ની એકતા નો સંદેશ ગુજરાત ના સંગઠન માં એક નવી આશા સાથે નજીકના ભવિષ્યમાં એક સારો કાર્યક્રમ યોજવા પણ ચર્ચા કરવામાં આવી હતી..
આ બેઠક માં બિન્દેશ્વરિ શાહ, રાકેશ ચૌધરી સહિત મુખ્ય પત્રકારો ની હાજરી માં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..




