
વિજાપુર તાલુકા ખરોડ ગ્રામ પંચાયત ના સરપંચ ઉપ સરપંચ ની ચૂંટણી યોજાઈ સરપંચ અને ઉપસરપંચ બિન હરીફ ચુંટાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખરોડ ગ્રામ પંચાયત ના સરપંચ અને ઉપસરપંચ ની ચુંટાયેલા સભ્યો ની તાલુકા ચૂંટણી અધિકારી તલાટી ની હાજરી માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં સભ્યો માંથી સરપંચ ઉપસરપંચ માટે કોઈએ વિરોધ મા ફોર્મ નહિ ભરતા સરપંચ ધીરુભાઈ મફતલાલ ચૌહાણ અને ઉપસરપંચ તરીકે ધુળાજી શિવાજી ઠાકોર ને ચુંટાયેલા બિન હરીફ જાહેર કરવા મા આવ્યા હતા. તાલુકા ચૂંટણી અધિકારી તલાટી રમણજી ઠાકોર અને તાલુકામાંથી આવેલા અધિકારીઓ સહીત ગામના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી બિન હરીફ ચુંટાયેલા સરપંચ અને ઉપસરપંચે ગ્રામજનો ને ગામના પડતર પ્રશ્નો અને વિકાસકીય કામો કરવાની બાયંધરી આપી હતી.




