થરા કોલેજમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી તથા શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ અને નિબંધ સ્પર્ધા યોજાઈ.
થરા કોલેજમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી તથા શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

થરા કોલેજમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી તથા શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ અને નિબંધ સ્પર્ધા યોજાઈ.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા મા આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં તા. ૧૦/૦૭/૨૦૨૫ના રોજ ગુરૂવંદ ના અને કોલેજના આદ્યસ્થાપક સ્વ.શાંતિલાલ છોટાલાલ ધાણધારા (ભગત બાપા)નો શ્રધાંજલિ અર્પણ કાર્યક્રમ નાયબ ઈજનેર યુ.જી.વી.સી.એલ.પેટા કચેરી થરા કે.આર.ડાભી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતો.પ્રિ. ડૉ.દિનેશકુમાર એસ.ચારણે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી સ્વ. ભગતબાપાના જીવન ઝરમરને રજૂ કરી ગુરૂઅને શિષ્યનું મહત્વ સમજાવી આદ્યાત્મિક ગુરુઓના મોક્ષમુલક વચનામૃતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ.અધ્યક્ષે પર્વ નિમિતે ગુરૂ- શિષ્યના જ્ઞાન અને આદર્શોને ગુરૂવાણી દ્વારા ભાવપૂર્ણલાગણી સભર શૈલીમાં જગતગુરૂઓનો સ્મૃતિમાં રાખીને પ્રેરિત કરેલ. સીમાબેન પ્રજાપતિએ પ્રાર્થના અને આસ્થાબેન દવેએ ભાવસભર ગુરૂ-શિષ્ય કૃતજ્ઞતાને વ્યકત કરતુ ભજન રજુ કરેલ. લક્ષ્મીબા વાઘેલા,મોનાકુમારી સિન્હા,કોમલબા વાઘેલા, કંચનબેન ચાંગેચા એ સ્પીચ રજૂ કરેલ.આ પ્રસંગે કોલેજના મંત્રી જીતુભાઈ ધાણધારા,કેળવણી મંડળના સદસ્ય ભુપેન્દ્રભાઈ ધાણધારા,દિલીપભાઈ શાહ, સમકિત સુરાણી,સુરેશભાઈ ત્રિવેદીપૂર્વ પ્રિ.ડૉ.હેમરાજભાઈ આર.પટેલ,પ્રાધ્યાપકો દ્વારા સ્વ. શાંતિલાલ છોટાલાલ ધાણધારા, ભૂમીદાતા સ્વ.ચીમનલાલ મફતલાલ સોની,કોલેજના પૂર્વ પ્રમુખ કીર્તિલાલ રતિલાલ શાહની પ્રતિમાઓને પુષ્પમાળા અર્પણ કરેલ.આ પર્વના મહત્વ વિશે સપ્તધારા અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા હેઠળ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ-૨૫ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.એ.સેમ.- ૧ ની વિદ્યાર્થીની કૃપાબા વાઘેલાએ આભાર વિધિ ડૉ.મયંકભાઈ એમ.જોષીએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




