
વિજાપુર સાબરમતી નદી ઉપર આવેલ જર્જરીત પુલ ઉપર થી ભારે વાહનો પસાર થતા ધ્રુજારો ઉત્પન્ન થતા જીલ્લા અધિક કલેકટર દ્વારા મોટા વાહનો ને પસાર થવા ઉપર પ્રતિબંધ લગાવ્યો
સાબરમતી પુલ ને 59 વર્ષ પૂરા થતા ખુબજ જર્જરીત બન્યો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મેહસાણા થી સાબરકાંઠા ને જોડતો 1966 મા બનેલા આ પુલ ને 59 વર્ષ પૂરા થવા આવ્યા છે. ત્યારે તેની હાલત હાલ ખૂબ બિસ્માર અને જર્જરીત બની છે. અહીથી પસાર થતા ભારે ખમ વાહનો મોટા વાહનો ને કારણે પુલ મા ધ્રુજારો ઉત્પન્ન થતા નાના વાહન ચાલકો મા ડર જેવો માહોલ ઉભો થઇ રહ્યો છે. સરકાર દ્વારા પુલ નજીક બીજો ફોર લેન પુલ બનાવવા માટે એક વર્ષ અગાઉ ગ્રાન્ટ પણ જાહેર કરી છે.પુલ ને વારંવાર સમારકામ કરી રોડ ના ખાડા પૂરી હાલ સુધી ચાલુ રાખવા મા આવ્યો હતો. હાલમાં પુલ ખુબજ જર્જરીત હાલત થઈ છે. જેને લઇ જીલ્લા અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ જશવંત કે જેગોડા દ્વારા પુલ ની હાલત જોતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી રૂપ મોટા ભારે વાહનો ઉપર પસાર થવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના માટે મોટા વાહનો ને સાબરકાંઠા અને મેહસાણા તરફ જવા આવવા માટે વાહનો ડાયવર્ટ કરી વિજાપુર મહુડી ચોકડી અનોડીયા પ્રાંતિજ રૂટ જાહેર કર્યો છે. પ્રતિબંધિત પુલ રોડ ઉપર કોઈ મોટો ભારે ખમ વાહન પસાર થશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં રૂપ કાર્યવાહી થશે જે અંગે પોલીસ અધિકારી તેમજ હુકમ ના સમય ગાળા દરમ્યાન ટ્રાફિક ના નિયમન માટે આઈ આર સી ની ગાઈડ લાઈન મુજબ ડાયવર્ઝન બનાવવા તેની નિભાવણી કરવા ની જવાબદારી કાર્યપાલક ઈજનેર રાજ્ય માર્ગ યોજના વિભાગ મેહસાણા ને સોપવા મા આવી છે. હાલ મા પુલ ઉપર થી મોટા વાહનો ભારે વાહનો માટે અવર જવર કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે.



