MORBI:મોરબી નાં માળીયા મીયાણા પોલીસ સ્ટેશન નો પોલીસ કર્મચારી અને વચેટીયો રૂપિયા એક લાખ ની લાંચ લેતા પકડાયાં!

MORBI:મોરબી નાં માળીયા મીયાણા પોલીસ સ્ટેશન નો પોલીસ કર્મચારી અને વચેટીયો રૂપિયા એક લાખ ની લાંચ લેતા પકડાયાં!
( શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી )
મોરબી જિલ્લામાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અને તેનો એક વચેટિયા નાગરિક રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા છે.
પ્રાપ્ત વિગત મુજબ
આ કેસ નાં ફરીયાદી ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા માટે માળીયા (મીયાણા) પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી રાયમલ નાનજીભાઈ સિયાળે એ ફરીયાદી પાસે રૂપિયા એક લાખ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરીને તે રકમ વચેટીયા નાગરિક ગુલામરસુલ હૈદરભાઇ જામ નેં આપી દેવા જણાવ્યું હતું. પરંતુ ફરીયાદી આવી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ સુરેન્દ્રનગર જીલ્લા એ.સી.બી. નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કે.એચ.ગોહિલ, ઈ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ ની સુપરવિઝન હેઠળ
ફરીયાદીની ફરીયાદ આધારે સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ના પી.આઈ એમ..એમ. લાલીવાલા અને તેમના સ્ટાફે માળીયા (મીયાણા) ગામ પાસે આવેલી ભીમસર ચોકડી પાસે લાંચ નું છટકું ગોઠવ્યું હતું. જ્યાં ફરિયાદી પાસેથી પોલીસ કર્મચારીનો વચેટીયો ગુલામરસુલ જામ ત્યાં આવીને હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી ને સ્વીકારી હતી તે જ સમયે જ છટકું ગોઠવીને ઉભેલા એસીબી ની ટીમે નાગરિક ગુલામ રસુલ નેં લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો અને તુરંત જ બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસ નાં ફરીયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને પરિવર્તન સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.







