નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત સ્ટેટ હાઈવે રસ્તાઓના પેચવર્કની અને મરામતની કામગીરી પૂરજોશમાં શરુ…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને કારણે અસર પામેલા માર્ગોના ઝડપી સમારકામ અને દુરસ્તીકરણ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રાજ્ય માર્ગોને સુગમ બનાવવા યુદ્ધના ધોરણે મરામત કામગીરી થઈ રહી છે. જે અંતગર્ત નવસારી જીલ્લામાં લાગતા સ્ટેટ હાઈવે માર્ગ પર તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ના કાર્યક્ષેત્રમાં કુલ ૬૮૦.૯૪ કિ.મી. ના માર્ગો આવેલા છે. જે પૈકી પ્રિ મોંન્સુનની કામગીરી અન્વયે સર્વે કરતાં ૯.૭૪ કી.મીના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયેલા માલૂમ પડ્યા હતા જ્યાં તમામ રસ્તાઓ પર પેચવર્કની તથા રીપેરીંગની કામગિરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ખારેલ ટાંકલ બોળવાંક ધોળીકુવા સ્ટેટ રોડ , સાનવેલ ટાંકલ રાનકુવા રૂમલા રોડ , સુરત સચિન નવસારી રોડ અને નવસારી ગણદેવી બીલીમોરા રોડ પર ડેમેજને આઈડેનટીફાઈ કરીને રસ્તાઓને મરામતની કામગીરી કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) હેઠળના તમામ રસ્તાઓ પર ચાલુ ચોમાસાની ઋતુ અન્વયે તમામ રસ્તાઓની રોજબરોજ ચકાસણી કરી પોટહોલ્સ પુરવાની કામગીરી દૈનિક હાથ ધરવામા આવી રહી છે.