ધી બ. કાં. જી. ગ્રા. ઉ. મા. વિભાગના કર્મ. ની ધિરાણ અને ગ્રાહક મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

13 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ધી બનાસકાંઠા જિલ્લા ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક વિભાગના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. પાલનપુર ની નવમી વાર્ષિક સાધારણ સભા તા.13/07/2025 ના રોજ યોગા હોલ, વિદ્યામંદિર, પાલનપુર ખાતે સવારે 9:30 કલાકે શ્રી નરેશભાઈ પંચાલ સાહેબ, આચાર્યશ્રી, વિધામંદિર, પાલનપુરના અધ્યક્ષ સ્થાને મળી. સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી મંડળીના મેનેજર શ્રી બાબુજી રાજપૂતે મંડળી ના કાર્યો વિશે માહિતગાર કર્યા અને ત્યારબાદ એજન્ડા મુજબ મંડળીના વર્ષ 2024- 25 ના હિસાબો વંચાણે લીધા, જે સભામાં સર્વાનુમતે હાથ ઊંચા કરી મંજૂર કરવામાં આવ્યા. સભાસદ વીમા યોજના ની રકમ બે લાખ રૂપિયા થી વધારીને અઢી લાખ રૂપિયા કરવામાં આવી. મંડળીમાંથી વર્ષ 2024 -25 માં નિવૃત થયેલ સભાસદોનું બુકે, સાલ, શ્રીફળ, સાકર તેમજ 1000 રૂપિયાનો ચેક આપીને સન્માન કરવામાં આવ્યું. ધોરણ 10 અને 12 ની માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષામાં જે સભાસદના સંતાનો પ્રથમ ત્રણ નંબરે આવ્યા હોય તેમને કોલેજ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જુના શિક્ષકની ભરતીમાં અન્ય જિલ્લામાં ગયેલ કારોબારી મિત્રોની જગ્યાએ નવા કાર્યકારી મિત્રોની નિમણૂક કરવામાં આવી
આજની સભામાં વા. ચેરમેન શ્રી ડો. રતુજી રાણા, મંત્રી શ્રી વી.આર. રાવ સાહેબે પ્રાસંગિક પ્રવચનો આપ્યા. અધ્યક્ષ શ્રી પંચાલ સાહેબે મંડળી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી તે માટે મંડળીના સભ્યોને પ્રોત્સાહિત કર્યા શ્રી એન. કે. જોષી સાહેબે રજીસ્ટ્રેશન નું કામ ખૂબ જ સારી રીતે સંભાળ્યું. આભાર વિધિ શ્રી વિજયભાઈ રાવલ સાહેબે કરી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જી. જી. રાજપુત અને શ્રી વાય. ડી. મરેડીયા સાહેબે કર્યું. સમગ્ર કાર્યક્રમનું મીડિયા કવરેજ શ્રી જતુભાઈ ઘાસૂરા સાહેબે કર્યું. છેલ્લે સૌ ભોજન લઈ અને છૂટા પડ્યા.




