BHARUCHNETRANG

નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત…

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે.

 

અંકલેશ્વર – હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.

 

સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી

હતી.

 

Back to top button
error: Content is protected !!