HIMATNAGARSABARKANTHA

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર સાબરકાંઠા ટીમ દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું…

અહેવાલ:- પ્રતિક ભોઈ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર સાબરકાંઠા ટીમ દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું…

ગૌરીવ્રત’ + ‘જયા-પાર્વતી વ્રત’ ભગવાન ગૌરી-શંકરની ઉપાસના-ભક્તિ દ્વારા રૂડો અવસર, ગૌરીવ્રત પાંચ દિવસનું પર્વ છે. આમાં અષાઢી હરિયાળીને અનુરૂપ ‘જવારા’નું પૂજન કરાય છે. ગોરો નાં અષાઢમાં સાત-સાત ધાન્યના પાકથી લહેરાતી ‘ધરતીમાતા’ અને ‘જવારા’ ભગવતી પાર્વતીનાં પ્રતીકો છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર માં છેલ્લા ૧૦ વર્ષથી થી સતત આ જયા પાર્વતી વ્રત જાગરણ નો કાર્યક્રમ ઉજવવતા આવ્યું છે… આ કાર્ય દરમિયાન હિંમતનગરના મહાનુભાવો, દાતાશ્રીઓ, પંચદેવ મંદીરના ટ્રસ્ટીશ્રી, પોલિસ પ્રશાસન વગેરે ઊપસ્થિત રહી સંગઠન ને સાથ સહકાર આપ્યો હતો .. સાથે સાથે હિંમતનગરના લોકપ્રિય અને સુપ્રસિધ્ધ સિંગર વર્ષાબેન બારોટ , બળદેવભાઈ લાલાવાડા, જીગરભાઈ હાથરોલ તથા તેમની ટીમ સાથે હિંમતનગરમાં પંચદેવ મંદિર, મહાવીરનગરમાં ગરબા ની મોજ કરાવી હતી…ત્યારબાદ ગરબામાં રમનાર દીકરીઓ ને ફળાહાર, નાસ્તો, ફરાળ વગેરે આપવામાં આવ્યો હતો અને સારું ગરબા રમનાર દીકરીઓ ને ઈનામ પણ આપવામાં આવ્યા હતા ….

આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની જિલ્લા ટીમ, તાલુકા ટીમ , શહેર ટીમ અને કાર્યકર્તાએ ખૂબ મેહનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો….

Back to top button
error: Content is protected !!