વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2024/25 ના વર્ષમાં ધોરણ – 6 ના બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ખેરગામ તાલુકાના નાંધઈ પ્રાથમિક શાળાના બે બાળકોએ મેરીટમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.નાંધઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્મિત નિલેશભાઇ પટેલે સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી અનોખી સિધ્ધિ મેળવી છે. આજ શાળામાં અભ્યાસ કરતી ક્રિશા સંજયભાઇ પટેલે સમગ્ર ખેરગામ તાલુકામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. નાંધઈ પ્રાથમિક શાળાના આ બંને બાળકોએ શિષ્યવૃત્તિની પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવી શાળા માટે ખૂબ મોટી સિધ્ધિ મેળવી છે. આ બંને બાળકોને ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી મનિષભાઈ, બીઆરસી, વિજયભાઇ શાળાના શિક્ષકો, શાળાના SMC ના સભ્યો અને ખેરગામ તાલુકાના શિક્ષકોએ ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.