NANDODNARMADA

નર્મદા : અંકલેશ્વર-રાજપીપળા રાજ્યધોરી માર્ગ પર ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ થઈ

નર્મદા : અંકલેશ્વર-રાજપીપળા રાજ્યધોરી માર્ગ પર ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ થઈ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતના મુખ્યમંત્રીના આદેશ બાદ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પણ સફાળુ જાગ્યું છે વરસાદી માહોલને કારણે અસર પામેલા માર્ગોના ઝડપી સમારકામ અને દુરસ્તીકરણ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લાના રાજ્યધોરી માર્ગ અંકલેશ્વર-રાજપીપળા (ચે. 44/00 થી 62/450) પર વરસાદ રોકાતા માર્ગ દુરસ્તીકરણની કામગીરી રાજપીપળા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુરજોશમાં હાથ ધરવામાં આવી છે.

 

નંદોદ તાલુકાના આમલેથા ગામ નજીક આ રાજ્ય ધોરીમાર્ગના કેટલાક ભાગોમાં સીમેન્ટ કોન્ક્રીટ મટિરિયલ (CC) દ્વારા મજબૂત અને ટકાઉ પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી વાહનચાલકોને વરસાદી મોસમ દરમિયાન સરળ, સલામત અને સુગમ વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ બની રહે છે.

 

માર્ગ પર થતી ભારે વરસાદી અસરને ધ્યાને લઈ, ત્વરિત અને ગુણવત્તાસભર કામગીરી કરવાનું લક્ષ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપનાવવામાં આવ્યું છે. વિભાગ દ્વારા કામગીરી દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થાની યોગ્ય સુચનાઓ પણ આપવામાં આવી રહી છે, જેથી રાહદારીઓને અનવાંછિત અવરોધોનો સામનો ન કરવો પડે અને સરળતાથી વાહન વ્યવહાર યથાવત રાખી શકાય.

Back to top button
error: Content is protected !!