બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડિયા થી આટકોલ ને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત બિસ્માર બન્યો હતો. જેના કારણે ગ્રામજનોને વિવિધ કામ માટે નેત્રંગ જવું પડે છે. સાથે અભ્યાસ માટે શાળા કે કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે રજૂઆત કરવા છતાં રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવતા અગાઉ કંબોડીયા થી આટખોલ ને જોડતો રસ્તા માટે ગ્રામજનોએ આંદોલ રૂપે અગાઉ ચૂટણીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામના સરપંચોએ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાને રજૂઆત કરી હતી ત્યાર બાદ આખરે રજૂઆતના પગલે વર્ષો જૂની રસ્તાની સમસ્યાને દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં વરસાદ રહી જતાં રસ્તાના નવીનીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ રસ્તો બનાવવા માટે રૂપિયા 49.22 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જેથી રસ્તાની કામગીરી ચાલુ કરી દેવામાં આવતા ટૂક સમયમાં બનીને તૈયાર થઈ જશે. રસ્તો બન્યા બાદ આટકોલ સહિત નજીકના ગામના લોકોને પણ રાહત થશે.